Read Blog in other languages like - Hindi, English

Wednesday, 8 March 2023

સ્ત્રીઓ નું Cool અનુકૂલન

 સ્ત્રીઓ નું  Cool અનુકૂલન


સવિતાબેન અને હરેશભાઈ નો એક નો એક દીકરો એન્જીનીયર થઈને બેંગલોર માં નોકરી એ લાગ્યો.  શરૂઆત માં તો પેઈંગ ગેસ્ટ ને શેરિંગ ને કરીને રહેતો હતો.  પરંતુ નોકરી ના ત્રણ વર્ષ થઇ ગયા પછી એના લગ્ન કર્યા.  એ પછી સવિતાબેન અને હરેશભાઇ અવારનવાર બેંગ્લોર જતા.  પછી હરેશભાઇ રીટાયર થયા અને દીકરા ને ઘેર પણ દીકરા નો જન્મ થયો એટલે સવિતાબેન અને વહુ દીકરા ની બધાની ઈચ્છા એવી હતી કે મમ્મી પપ્પા એ હવે બેંગ્લોર માં જ રહેવું જોઈએ.  હરેશભાઇ એ ના તો ન પાડી પણ બેંગ્લોર ગયા પછી એમની ઝીણી ઝીણી ચક ચક ચાલુ રહેતી હતી.  છ સાત મહિના થાય એટલે કોઈક ને કોઈક બહાને એ અમદાવાદ આવે અને પંદર દિવસ નું નક્કી કર્યું હોય તોય એક બે મહિના રોકાઈ ને જાય.  સવિતાબેન પણ સાથે આવ્યા જ હોય પણ એનો જીવ દીકરા અને પૌત્ર માં વળગેલો હોય.  તો એ જવા ઉતાવળા થતા હોય. 

જયારે એ લોકો બેંગ્લોર જવાના હતા ત્યારે સગા વ્હાલા એવું કહેતા હતા કે હરેશભાઇ ને બેંગ્લોર માં ખુબ મજા આવશે પણ સવિતાબેન ને કદાચ નહીં ફાવે કારણ કે હરેશભાઇ વધુ ભણેલા હતા એટલે એમને ત્યાં વાતચીત કરવામાં વાંધો નહીં આવે.  અને હરવા ફરવામાંય વાંધો નહીં આવે.  પણ બન્યું અવળું , હરેશભાઇ એ એક વખત બધું ફરી લીધું પરંતુ પછી જવાનો એમને કંટાળો આવતો.  જયારે સવિતાબેન ને અંગ્રેજી તો નહોતી આવડતી પણ હિન્દી માં વાત કરીને એ અડોસ પાડોશ માં સારા સંબંધો કેળવી લીધા હતા.  એટલે એમનો સમય સરસ પસાર થઇ જતો અને એમને મજા પણ આવતી હતી.  

આ પ્રકાર ની પરિસ્થિતિ ઓ ઘણા ઘરો માં જોવા મળે છે.  ખાસ કરીને અત્યાર ના સમય માં જયારે બીજા રાજ્યો માં કે બીજા દેશો માં નોકરી ધંધા માટે સંતાનો જતા હોય છે અને એમના માતા પિતા એમની સાથે રહેવા માટે એમને ત્યાં જાય ત્યારે પુરુષો જલ્દી થી એડજસ્ટ કરી શકતા નથી.  પોતાના જ ફેમિલી ના સભ્યો સાથે રહેવાનું હોવા છતાં પોતાના વતન થી દૂર અલગ શહેર માં તેઓ અનુકૂલન કરી શકતા નથી.  એમાંય આ સમસ્યા પચાસ થી મોટી ઉમર ના પુરુષો માં વધુ જોવા મળે છે.  થોડા સમય પહેલા મેં એક સર્વે નો રિપોર્ટ વાંચેલો જેના મુજબ પચાસ થી મોટી ઉમર ના વ્યક્તિ ઓ માં પુરુષો કરતા સ્ત્રીઓ વધુ સ્થિતિસ્થાપક એટલે કે ફ્લેક્સિબલ હોય છે.  જગ્યા , શહેર , વાતાવરણ અને આસપાસ ના લોકો માં બદલાવ થાય તો સ્ત્રીઓ આસાની થી તેમાં ઢળી જાય છે.  પણ પુરુષો જલ્દી તેમાં સહજ થઇ શકતા નથી.  ઉમર નાની હોય , યુવાની હોય ત્યારે ધંધા ને નોકરી માટે બીજા પ્રદેશ માં તેઓ જાય છે પરંતુ એકવાર સેટલ થઇ જાય અને પચાસ થી ઉપર જાય પછી સ્થળ પરિવર્તન કરવું તેમને અતિશય કઠિન લાગે છે.  

અમુક ઉમર પછી તેમને નવા મિત્રો બનાવવા પણ ગમતા નથી.  ઘણી જગ્યા એ આપણે જોઈશું કે નવી ટેક્નોલોજી અપનાવવા માં પુરુષો કરતા સ્ત્રીઓ વધુ આગળ આવે છે.  મેં પોતે મોટી ઉમર ના સાઈઠ ઉપર ના કપલ માં જોયું કે મોબાઈલ નો ઉપયોગ સ્ત્રીઓ વધુ કરતી હતી.  જયારે પંદરેક વર્ષ પહેલા મોબાઈલ સામાન્ય માણસો ના ઘર માં પહોંચવા લાગ્યા એ સમયે સાઈઠ ઉપર ની ઉમર ના દંપતીઓ માં સ્ત્રીઓ એ એ જલ્દી મોબાઈલ શીખી લીધો હતો.  ઇન્ટરનેટ , વોટ્સએપ એ બધું પણ શીખવા માં અને વાપરવા માં સિનિયર સીટીઝનો માં સ્ત્રીઓ જ વધુ જોવા મળશે.  

આ કોઈ જનરલાઈઝ સ્ટેટમેન્ટ નથી એટલે કે સો ટકા લોકો ને લાગુ પડતી નથી.  પરંતુ મોટા ભાગના દંપતીઓ નું નિરીક્ષણ કરતા આ જોવા મળ્યું છે.  

આનું કારણ કદાચ એવું હોઈ શકે કે પુરુષો મોટી ઉમરે પોતાના  કમ્ફર્ટ ઝોન માંથી બહાર આવી શકતા નથી.  તેઓ એક રૂટિન અને એક માહોલ માં સેટ થઈ જાય પછી એમાં ફેરફાર કરવામાં તેઓ ને ખૂબ માનસિક ત્રાસ લાગતો હોય છે.  મોટી ઉંમરે  એકલા થયેલા પુરુષો ઘણી વાર ખૂબ એકલતા અનુભવે છે.  કારણકે તેઓ પોતાના રૂટિન માં પત્ની ઉપર ખૂબ જ આધારિત હોય છે અને પોતાને ખૂબ સેફ અનુભવતા હોય છે.  એવા સમયે પત્નિ નું અવસાન થાય ત્યારે એમને ખૂબ અકળામણ નો અનુભવ થાય છે કારણ કે પોતાની જરરિયાતોને તે બાળકો પાસે રજૂ કરવામાં સંકોચ અનુભવે છે. પુરુષો સ્ત્રીઓ જેટલી સરળતા થી પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી.  એની સામે એકલી પડેલી સ્ત્રીઓ બહુ જલ્દી બાળકો સાથે સેટ થઈ જાય છે.  પતિ ની ગેરહાજરી માં પત્નિ પોતાના સંતાનો અને પરિવાર સાથે અનુકૂલન સાધીને રહી શકે છે.  જરૂર પ્રમાણે રૂટિન માં ફેરફાર પણ અપનાવી લે છે.   

સમસ્યા કહો કે લક્ષણો માત્ર ભારત માં નહીં પણ દુનિયાભર ના સ્ત્રી પુરુષો ને લાગુ પડે છેએનું એક કારણ કદાચ પણ હોય કે સ્ત્રીઓ   માતા  પણ  હોય  છે  અને  એટલે બાળક માટે એને એડજસ્ટમેન્ટ કરવાનો સ્વભાવ  કેળવી લેવો પડે છે. અહીં  આપણે સ્ત્રી પુરુષ જાતિગત ભિન્નતા ના રોદણાં રોઈ શકીયે કારણ કે બાળક સાથે માતા શારીરિક રીતે જોડાયેલી હોય છે અને એટલે માનસિક રીતે પણ આપોઆપ જોડાઈ જાય છેએટલે કદાચ પતિ માટે એડજસ્ટ કરનાર પત્ની બાળક માટે બધું કરવા તૈયાર થઇ જાય છે. પોતાની ખાવા પીવા ની પસંદગી થી લઈને પોતાની કેરિયર સુદ્ધા એડજસ્ટ કરતી હોય છેપુરુષો ના ભાગે આવું કરવાની જરૂરિયાત ઓછી પડતી હોય છેઅને કદાચ એટલે સ્ત્રીઓ પુરુષો કરતા વધુ અનુકૂલન કરતી જોવા મળે છે. જો કે સ્ત્રી હોય કે પુરુષ  સમય ની માંગ પ્રમાણે દરેક વ્યક્તિ અનુકૂળ થતા શીખવું જરૂરી છે.  



Friday, 24 February 2023

અચેતન મન તમારો જાદુઈ ચિરાગ

 બુનિયાદ ડેઇલી 23-2-23


અચેતન મન તમારો જાદુઈ ચિરાગ 


કેટલાક માણસો ને જોઈને તમને ક્યારેય એવું લાગ્યું છે કે આ માણસ નું ધાર્યું બધું જ થાય છે ? અને કેટલાક એવા હોય છે જેનું ધાર્યું ક્યારેય ન થાય.  આપણી આસપાસ માં કેટલાય વ્યક્તિઓ ને આપણે મળતા હોઈએ છીએ જેમાંથી કેટલાક હસમુખ , ખુશમિજાજ અને પોઝિટિવ તરંગો વાળા જણાય છે અને એ લોકો પાસે જાણે જાદુઈ ચિરાગ હોય એમ એ જે ઈચ્છે એ બધું જ પાર પડતું હોય છે.  જયારે કેટલાક લોગો સોગિયા લાગે છે જેમને મળવાથી આપણને આનંદ આવતો નથી. અને ઉલ્ટાનું એ લોકો ના પોતાના કામ પણ નથી થતા અને એમની હાજરી થી બીજાના કામ પણ બગડતા હોય છે.  આ બંને બિલકુલ છેડા ના વ્યક્તિ ઓ છે.  આપણે બધા આ બે માંથી જ એક નથી હોતા.  આપણા માં થોડું નેગેટિવ અને થોડું પોઝિટિવ એમ બંને તત્વો રહેલા હોય છે.  

આ પોઝિટિવિટી અને નેગેટિવિટી આપણા મન ની ઉપજ હોય છે.  આપણું મન પણ બે ભાગ માં વહેચાયેલું હોય છે - જાગૃત મન અને અજાગૃત કે અચેતન મન.  મોટાભાગ ના આપણે માત્ર જાગૃત મન ને જ ઓળખાતા હોઈએ છીએ.  આપણા માટે મન એટલે આપણને જે વિચાર આવે છે , જે લાગણી થાય છે એ.  આપણે આપણા કામ કરવા માટે આ આપણા મન ને આદેશ આપીયે છીએ.  એટલે કે મન ને તૈયાર કરીયે છીએ.  હવે ખરી રમત અહીં જ શરૂ થાય છે.  આપણે આપણા અચેતન મન ને જાણતા નથી.  એટલે કે એના અસ્તિત્વ ને જાણતા નથી.  પણ ખરી રીતે કોઈ કાર્ય કરવા માટે આપણે જે પ્લાન નક્કી કરીયે છીએ એ આપણું અચેતન મન રિસીવ કરે છે.  એટલે કે આપણું અચેતન - અજાગૃત મન આપણે આપણા જાગૃત મન ને આપેલા આદેશ થકી આપણો આદેશ મેળવતું રહે છે.  અને પછી એ અચેતન મન તે કાર્ય કરવા માટે આપણા શરીર ને તૈયાર કરે છે સમજો કે આપણા શરીર ના અંગો ને જે તે કાર્ય કરવા માટે આદેશ આપે છે.  આ વાત થી આપણું જાગૃત મન બિલકુલ અજાણ હોય છે.  અને એટલે આપણે પોતે પણ અજાણ જ હોઈએ છીએ.  પણ છતાં કેટલીક ઘટના ઓ બને છે જે આપણને આશ્ચર્યચકિત કરી દે છે.  

એક નાનકડું રોજીંદુ ઉદાહરણ આપું જેનો અનુભવ લગભગ બધા એ કર્યો હશે.  આપણે ક્યાંક બહાર જવાનું હોય અથવા વહેલી સવારે કોઈ કામ કરવાનું હોય ત્યારે રાતે સૂતી વખતે મન માં સતત એના વિચારો આવે છે કે સવારે ચાર વાગે ઉઠવાનું છે.  આપણે એના માટે એલાર્મ પણ સેટ કરીયે છીએ અને છતાં એલાર્મ વાગે એની પહેલા આપણે ઉઠી જઇયે છીએ.  રોજબરોજ ના જીવન માં આ બનતું  રહેતું હોય છે અને આપણે એમ સમજીયે છીએ કે આ આપણો અજંપો છે.  ખરેખર એ આપણું અચેતન મન છે જે આપણા મસ્તિષ્ક ને ઉઠવા નો આદેશ આપે છે.   આવી જ રીતે ક્યારેક એવો અનુભવ થયો હશે કે આપણને એવો ડર લાગે કે અમુક સમયે મને તાવ આવી જશે કે શરદી થઇ જશે.  તો ખરેખર તાવ આવી જાય છે.  આપણું જાગૃત મન એવું છે જે દલીલ કરી શકે છે , શંકા કરી શકે છે.  પરંતુ અચેતન મન દલીલ નથી કરતુ.  શંકા પણ નથી કરતુ.  એના માટે નૈતિકતા , નિયમો , ન્યાય એવું કશું જ નથી હોતું. એમ સમજો કે એ એક મિકેનિકલ મશીન છે.  એની સામે જે વાક્ય બોલવામાં આવે છે એને એ આદેશ માની લે છે અને પછી એનો અમલ કરી નાખે છે.  એ કોઈ દલીલ નથી કરતુ કોઈ શંકા નથી ઉઠાવતું.  

જે દલીલ કરે છે , શંકા કરે છે એ આપણું જાગૃત મન છે.  આપણા મન ના વિચારો અને ઈચ્છાઓ બધું જાગૃત મન પાસે થઇ ને અજાગૃત મન સુધી પહોંચે છે.  જે વિચાર ઉપર કંટ્રોલ નથી કરી શકતા એ વિચાર કે એ ઈચ્છા અચેતન મન સુધી પહોંચી જાય છે.  અને વારંવાર એનું સ્મરણ કરવામાં આવે એટલે અચેતન મન ને એનો આદેશ મળી જાય છે.  અને પછી એ અમલ માં મૂકે છે.  

થોડા દિવસો પહેલા પ્રાર્થના ઉપર ના મારા આર્ટિકલ માં મેં આ બાબત નો ઉલ્લેખ કરેલો કે રોજેરોજ ભગવાન ને પ્રાર્થના કરવાથી આપણું અજાગૃત મન ઈશ્વર પ્રત્યે  આશ્વશ્ત થઇ જાય છે.  આજ બાબત બધી જ વસ્તુઓ ને લાગુ પડે છે.  આપણે મન થી જે બાબતો સ્વીકારી લઈએ એ બાબતો ખરેખર બની ને રહે છે.  મોટિવેશનલ સ્પીકરો અને સાઇકિયાટ્રિસ્ટ  પોતાના સેશન માં ડિપ્રેશન વાળા દરદી ઓ ને અમુક વાક્યો વારંવાર રિપીટ કરીને બોલવાની સલાહ આપતા હોય છે.  ઉદાહરણ તરીકે  - "હું પરીક્ષા માં પાસ થઇ જઈશ" , "મારુ દેવું ચૂકતે થઇ જશે". . દરદી ના અજ્ઞાત મન માં આ ભય પેસી ગયો હોય છે તેને દૂર કરવા આવી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.  

આપણું મન માત્ર  માનસિક અસ્વસ્થતા જ નહીં પણ શારીરિક અસ્વસ્થતા દૂર કરવામાં પણ મદદ કરે છે.  ઉપર કહ્યું એમ મન માં તાવ નો ડર  હોય તો તાવ આવી જ જસય એવી જ રીતે મન થી મક્કમ હોય કે મને  કશું નહીં થાય તો ગમે તેવી વિપરીત  પરિસ્થિતિ માં પણ  આપણે સ્વસ્થ રહીયે છીએ.  તમે નિરીક્ષણ કરજો કે ઘર માં લગ્ન પ્રસંગ હોય ત્યારે વર કન્યા અને ઘર ના લોકો ક્યારેય  માંદા પડતા નથી.   ખરેખર એ દિવસો માં શારીરિક કામ અને માનસિક થાક અતિશય હોય છે છતાં એમને કઈ થતું નથી કારણ કે એમનું અચેતન મન પ્રસંગ ઉકેલવા એકદમ સજ્જ હોય છે.  એવી જ રીતે આપણા સૈનિકો યુદ્ધ દરમિટન અકલ્પનિય શૌર્ય બતાવે છે.  એનું કારણ એ છે કે એમણે નક્કી કરેલું હોય છે કે મારે પાછા પડવું નથી.  એટલે એમનું શરીર એને એ રીતે સાથ આપે છે.  

આપણને એવો પ્રશ્ન થાય કે આપણું મન આપણા શરીર ને કંટ્રોલ કરે ત્યાં સુધી તો સમજાય પણ બીજા બહાર ના તત્વો ઉપર કેવી રીતે કંટ્રોલ થાય.  તો તમે યાદ કરો કે એવું બન્યું હોય કે તમે કોઈને યાદ કરતા હોવ અને એનો સામેથી ફોન આવ્યો હોય.  કે તમને કોઈ વસ્તુ ખાવાની અદમ્ય ઈચ્છા હોય ને તમારી પત્ની એ એ જ વસ્તુ ઘરે બનાવી હોય. શું તમારી સાથે આવા સંયોગો નથી બન્યા ? બનતા જ હોય છે.  એક પ્રસિદ્ધ ફિલ્મ નો પ્રસિદ્ધ ડાયલોગ છે - જબ કિસી કો પુરી શિદ્દત સે પાને કી કોશિશ કરતે હો તો પુરી કાયનાત ઉસે મિલાને મેં તુમ્હારી મદદ કરતી હે. - એટલે તમે સતત જે વસ્તુ ને પામવા સ્મરણ કરો છો એના માટે તમારું અચેતન મન એના તરંગો બહાર  મોકલતું રહે છે સમજો કે બ્રોડકાસ્ટ કરે છે.  એ બીજા લોકો સુધી એ પહોંચે છે અને એ રીતે તમારી ઈચ્છા પુરી થાય છે.  

તો ટૂંકમાં તમે તમારું ધારેલું કામ કરવા માટે એના વિશે સતત વિચારતા રહો અને જાગૃત મન માં કોઈ નેગેટિવ વિચાર આવવા ન દો તો તમારી ઈચ્છા પુરી થાય જ છે.  આપણે બે જ કામ કરવાના છે.  અચેતન મન સુધી સારા પોઝિટિવ વિચારો સતત મોકલતા રહેવાનું એટલે કે સારા વિચારો કરવાના.  અને બીજું કામ નેગેટિવ વિચારો જાગૃત મન માંથી બહાર કાઢી નાખવાના.  કોઈ પણ નકારાત્મક વિચાર શરુ થાય એટલે તરત જ વિચાર અટકાવી ને બીજું કૈક વિચારવાનું શરુ કરી દેવાનું.  મન માં ઊંડે ઊંડે પણ નકારાત્મક વિચાર રહેવો જ ન જોઇયે. જો આટલું કરી શકીયે તો આપણું મન ચમત્કારો ની હારમાળા સર્જી શકશે. 






Thursday, 16 February 2023

ઘણા રોગો ને દૂર ભગાડતો યોગ

 યોગ 


આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારથી ભારતીય  યોગ ને મહત્વ આપીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા અપીલ કરી ત્યારથી દુનિયાભર માં અને ભારત માં પણ યોગ નો ઘણો પ્રચાર થયો છે.  

યોગ ને ઘણા લોકો એક પ્રકાર ની કસરત સમજે છેપરંતુ સાચું નથીકસરત માત્ર સ્નાયુ અને હાડકા ને અસર કરતી હોય છે જયારે યોગ એટલે કે યોગાસન આપણા શરીર ના દરેક અવયવ ને અસર કરે છેયોગાસન એક ક્રિયા છેતેનાથી આપણા શરીર ના અંદર અને બહાર ના બધા અવયવો ને તમે ક્રિયાન્વિત કરો છોશ્વાસ ઉચ્છવાસ ના યોગ આપણા ફેફસા , શ્વસનતંત્ર અને શ્વાસનળી ને સીધી અસર કરે છેમેડિકલ સાયન્સ ઓક્સિજન ને શરીર માં પહોંચાડવા નળીઓ જેવા બાહ્ય સાધનો નો ઉપયોગ કરે છે કામ આપણે યોગ દ્વારા સીધું કરી શકીયે છીએ.  

અનુલોમ વિલોમ , કપાલ ભાતી , ભ્રમરી જેવા યોગાસન સાવ સહેલા હોવા છતાં બહુ અસરકારક છેતે આપણા શરીર માં રહેલા વાયુ ને ચોક્કસ દિશા માં વહાવી ને કાર્ય કરે છેસમજો કે જેવી રીતે આપણા ઘર માં ડ્રેનેજ માટે ના પાઇપ ની આપણે રેગ્યુલર સફાઈ કરીયે એવી રીતે અનુલોમ વિલોમ અને કપાલ ભાતી , ભ્રમરી જેવા યોગાસન પણ આપણી શ્વાસનળી અને કાન ની નલિકા ની હવા ના પ્રેસર થી સફાઈ કરે છેએમ તો પેટ ના વાયુ નો પ્રોબ્લેમ અત્યારે ઘરે ઘરે જોવા મળે છેએના માટે વજ્રાસન અને વાયુમુક્તાસન જેવા યોગાસન ખુબ ઉપયોગી છેમારા કેટલાક મિત્રો જમ્યા બાદ રોજ  વજ્રાસન માં બેસે છે તેનાથી તેમને પેટ ની તકલીફો માં ઘણી રાહત મળે છેમારી નાનકડી દીકરી ને પણ ક્યારેક વધારે પડતું જમાય ગયું હોય તો અમે એને વજ્રાસન માં બેસાડી ને એનું પાચન કરાવીએ છીએ.  

શરીર ના બધા અંગો માટે કોઈક ને કોઈક યોગાસન આવેલા છેયોગ્ય માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો રોગ ને દૂર ભગાડી શકાય છે અને જો નિયમિત રીતે યોગાસન કરવામાં આવે તો રોગ થવા માં થી બચી શકાય છે.  

આપણા પ્રધાનમંત્રી મોદીજી એનું જીવતું જાગતું ઉદાહરણ છેતેઓ ગુજરાત માં હતા ત્યારથી આટલા વર્ષો માં ક્યારેય આપણે એમને રજા લેતા જોયા નથીકે ક્યારેય થાકેલા પાકેલા અને બીમાર જોયા નથીતેઓ હંમેશ વહેલી સવારે બ્રહ્મમુહૂર્ત માં ઉઠીને યોગાસન કરે છેબ્રહ્મમુહૂર્ત એટલે સવારે લગભગ સાડા ત્રણ વાગ્યા ની આસપાસ નો સમયમોટા સંતો અને યોગીઓ મુહૂર્ત માં ઉઠીને યોગ , ધ્યાન અને સાધના કરતા હોય છેકેટલાક યોગાસન કરવા માટે પણ સમયગાળો નિશ્ચિત હોય છેજેમકે કેટલાક યોગાસન ખાલી પેટ વહેલી સવારે કરી શકાય અને કેટલાક સાંજે કે રાત્રે સૂતી વખતે કરવાથી વધુ લાભ આપે એવા હોય છે.  

ભારત ના સાધુ સંતો હજારો વર્ષો થી યોગાસન કરતા આવ્યા છેહિમાલય ની કડકડતી ઠંડી માં અને ગિરનાર ની અંધારી ગુફાઓ માં તેઓ યોગ સાધના ના આધારે જીવી રહ્યા છે. ભારત માં યોગ નો પ્રચાર કરનારા રામદેવજી પણ સાધુ હતા.   એટલે શરૂઆત માં લોકો યોગ ને માત્ર હિન્દૂ ધર્મ નો એક ભાગ સમજતા હતાઅને હિન્દૂ સિવાય ના ધર્મ ના લોકો એમાં રસ લેતા હતા  પરંતુ એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર થયા બાદ આખી દુનિયા માં તેનો પ્રચાર થયો અને બધા લોકો યોગાસન ને સમજવા લાગ્યા અને અનુસરવા લાગ્યા એટલે લોકો માં તેના વિશે ખોટો ભ્રમ દૂર થયો અને બધા ધર્મ ના લોકો તેને અપનાવી લીધોબાંગ્લાદેશ  અને પાકિસ્તાન જેવા કટ્ટર મુસ્લિમ દેશો ના લોકો પણ હવે બહોળા પ્રમાણ માં યોગ કરવા લાગ્યા છે.  

યોગાસન આપણા દૈનિક વ્યવહાર નો એક ભાગ બનાવીને અપનાવવા માં આવે તો નિરોગી રહેવામાં ખુબ મોટા પાયે મદદ મળી રહે છે.