યોગ
આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી એ જ્યારથી ભારતીય યોગ ને મહત્વ આપીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા અપીલ કરી ત્યારથી દુનિયાભર માં અને ભારત માં પણ યોગ નો ઘણો પ્રચાર થયો છે.
યોગ ને ઘણા લોકો એક પ્રકાર ની કસરત જ સમજે છે. પરંતુ એ સાચું નથી. કસરત માત્ર સ્નાયુ અને હાડકા ને અસર કરતી હોય છે જયારે યોગ એટલે કે યોગાસન આપણા શરીર ના દરેક અવયવ ને અસર કરે છે. યોગાસન એક ક્રિયા છે. તેનાથી આપણા શરીર ના અંદર અને બહાર ના બધા જ અવયવો ને તમે ક્રિયાન્વિત કરો છો. શ્વાસ ઉચ્છવાસ ના યોગ આપણા ફેફસા , શ્વસનતંત્ર અને શ્વાસનળી ને સીધી અસર કરે છે. મેડિકલ સાયન્સ ઓક્સિજન ને શરીર માં પહોંચાડવા નળીઓ જેવા બાહ્ય સાધનો નો ઉપયોગ કરે છે. એ કામ આપણે યોગ દ્વારા સીધું જ કરી શકીયે છીએ.
અનુલોમ વિલોમ , કપાલ ભાતી , ભ્રમરી જેવા યોગાસન સાવ સહેલા હોવા છતાં બહુ જ અસરકારક છે. તે આપણા શરીર માં રહેલા વાયુ ને ચોક્કસ દિશા માં વહાવી ને કાર્ય કરે છે. સમજો કે જેવી રીતે આપણા ઘર માં ડ્રેનેજ માટે ના પાઇપ ની આપણે રેગ્યુલર સફાઈ કરીયે એવી રીતે અનુલોમ વિલોમ અને કપાલ ભાતી , ભ્રમરી જેવા યોગાસન પણ આપણી શ્વાસનળી અને કાન ની નલિકા ઓ ની હવા ના પ્રેસર થી સફાઈ કરે છે. એમ તો પેટ ના વાયુ નો પ્રોબ્લેમ અત્યારે ઘરે ઘરે જોવા મળે છે. એના માટે વજ્રાસન અને વાયુમુક્તાસન જેવા યોગાસન ખુબ જ ઉપયોગી છે. મારા કેટલાક મિત્રો જમ્યા બાદ રોજ વજ્રાસન માં બેસે છે તેનાથી તેમને પેટ ની તકલીફો માં ઘણી જ રાહત મળે છે. મારી નાનકડી દીકરી ને પણ ક્યારેક વધારે પડતું જમાય ગયું હોય તો અમે એને વજ્રાસન માં બેસાડી ને એનું પાચન કરાવીએ છીએ.
શરીર ના બધા જ અંગો માટે કોઈક ને કોઈક યોગાસન આવેલા છે. યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો રોગ ને દૂર ભગાડી શકાય છે અને જો નિયમિત રીતે યોગાસન કરવામાં આવે તો રોગ થવા માં થી બચી શકાય છે.
આપણા પ્રધાનમંત્રી મોદીજી એનું જીવતું જાગતું ઉદાહરણ છે. તેઓ ગુજરાત માં હતા ત્યારથી આટલા વર્ષો માં ક્યારેય આપણે એમને રજા લેતા જોયા નથી. કે ક્યારેય થાકેલા પાકેલા અને બીમાર જોયા નથી. તેઓ હંમેશ વહેલી સવારે બ્રહ્મમુહૂર્ત માં ઉઠીને યોગાસન કરે છે. બ્રહ્મમુહૂર્ત એટલે સવારે લગભગ સાડા ત્રણ વાગ્યા ની આસપાસ નો સમય. મોટા સંતો અને યોગીઓ આ જ મુહૂર્ત માં ઉઠીને યોગ , ધ્યાન અને સાધના કરતા હોય છે. કેટલાક યોગાસન કરવા માટે પણ સમયગાળો નિશ્ચિત હોય છે. જેમકે કેટલાક યોગાસન ખાલી પેટ વહેલી સવારે જ કરી શકાય અને કેટલાક સાંજે કે રાત્રે સૂતી વખતે કરવાથી વધુ લાભ આપે એવા હોય છે.
ભારત ના સાધુ સંતો હજારો વર્ષો થી યોગાસન કરતા આવ્યા છે. હિમાલય ની કડકડતી ઠંડી માં અને ગિરનાર ની અંધારી ગુફાઓ માં તેઓ યોગ સાધના ના આધારે જ જીવી રહ્યા છે. ભારત માં યોગ નો પ્રચાર કરનારા રામદેવજી પણ સાધુ જ હતા. એટલે જ શરૂઆત માં લોકો યોગ ને માત્ર હિન્દૂ ધર્મ નો એક ભાગ સમજતા હતા. અને હિન્દૂ સિવાય ના ધર્મ ના લોકો એમાં રસ લેતા ન હતા પરંતુ એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર થયા બાદ આખી દુનિયા માં તેનો પ્રચાર થયો અને બધા લોકો યોગાસન ને સમજવા લાગ્યા અને અનુસરવા લાગ્યા એટલે લોકો માં તેના વિશે ખોટો ભ્રમ દૂર થયો અને બધા જ ધર્મ ના લોકો એ તેને અપનાવી લીધો. બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા કટ્ટર મુસ્લિમ દેશો ના લોકો પણ હવે બહોળા પ્રમાણ માં યોગ કરવા લાગ્યા છે.
યોગાસન આપણા દૈનિક વ્યવહાર નો એક ભાગ બનાવીને અપનાવવા માં આવે તો નિરોગી રહેવામાં ખુબ મોટા પાયે મદદ મળી રહે છે.

No comments:
Post a Comment