લાઈફ માં પ્રાથમિકતા નક્કી કરતા શીખો
તેજસ અને શ્રેયા લગ્ન પછી કુળદેવી ના દર્શને ગયા. તેમના કુળદેવી નું ગામ તેમના વતન થી ચારસો કિમી દૂર આવેલા નાના ગામમાં હતું. ત્યાં જવા આવવા ની બહુ ઓછી બસો મળતી હતી. એટલે તે ગામ ના બસ સ્ટેશને ઉતારીને મંદિરે પહોંચતા પેહલા જ પાછા ફરવાની બસ નો સમય પૂછી લીધો હતો. પછી એ લોકો મંદિરે બધું પતાવીને નીકળ્યા ત્યારે તેજસે માતાજી ના 4,5 ફોટા મંદિરે થી ખરીદ્યા અને સાંજ પડતા છેલ્લી બસ નો ટાઈમ થઇ ગયો. એ લોકો ફટાફટ રીક્ષા માં બેઠા પણ ત્યાંજ તેજસ ને અચાનક યાદ આવ્યું કે હજી એક ફોટો લેવાનો રહી ગયો. તેણે રીક્ષા પાછી વળાવી , શ્રેયા એ દબાતા સ્વરે કહ્યું પણ ખરા કે બસ નીકળી જશે તો હેરાન થઈશું , પણ તેજસે કહ્યું કે ના ના ફોટા વગર જવાય જ નહીં. અંતે 10 મિનીટ બગાડી ને સ્ટેશને પહોંચ્યા તો બસ ખરેખર નીકળી ગઈ હતી. અહીં વાત ધાર્મિક વૃત્તિ ની નથી પણ સમય અનુસાર લાઈફ ની પ્રાયોરિટી - પ્રાથમિકતા નક્કી કરવાની છે.
આપણી લાઈફ માં યોગ્ય સમયે લીધેલા નિર્ણય નું બહુ મોટું મહત્વ રહેલું છે. પરિસ્થિતિ પ્રમાણે ઘણી બધી વખત આપણા સૌની સાથે એવું બનતું હોય છે કે એકસાથે બે કે વધુ કામ કે નિર્ણયો લેવા ના હોય અને એ સમયે પ્રાથમિકતા અનુસાર જો યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ કરવામાં આવે તો આપણી ઉત્પાદકતા ચોક્કસ વધી જાય. કોઈ પણ કામ હાથ માં લેતા વખતે જ આપણે એના માટે ટાઈમ પિરિયડ નક્કી કરી લેવો જોઈએ. સમજો કે એનું મીની ટાઈમટેબલ મગજ માં તૈયાર કરી લેવું જોઈએ. એવું કરવાથી એ કામ પૂરું કરવાનો સમય આપણા મગજ માં સેટ થઇ જશે અને આપણે કામ ને યોગ્ય ન્યાય આપી શકીશું તેમજ તેના પછી બચતો સમય આપણે બીજા ઉપયોગ માં લઇ શકીશું. મેં ઘણીવાર જોયું છે કે ફરવાના સ્થળો ઉપર કેટલાક લોકો શોપિંગ કરવામાં અને ખાવા પીવા માં એટલો બધો સમય ખર્ચ કરી નાખે છે કે ખરેખર ફરવાનો સમય અને મોકો ચાલ્યો જાય છે. શોપિંગ કરવા જઇયે તો શરૂઆત માં જ નક્કી કરી લેવું જોઈએ કે અપને ત્રીસ મિનિટ કે એક કલાક માં શોપિંગ પૂરું કરી દઈશું. ફરવાના કુદરતી સ્થળો ઉપર સમય ની બહુ અગત્યતા હોય છે. હિલ સ્ટેશન ઉપર સન સેટ જોવા ગયા હોઈએ અને આપણે ફોટા પાડવામાં અને શીંગ , ચણા મકાઈ ખાવામાં એવા મશગુલ થઇ જઇયે કે સૂર્યાસ્ત નો એ પાંચ મિનિટ નો અમૂલ્ય સમય ખોઈ બેસીયે. પછી એનો અફસોસ કરીયે કે બીજા લોકો માં હાંસી પાત્ર બનીયે તો એનો કોઈ અર્થ રહેતો નથી.
આપણે આપણા મગજ ને એક કેળવણી આપવી જોઈએ કે દરેક પળે એ નક્કી કરી શકે કે આમાં અગત્ય નું શું છે. ક્યારેક લોકો ને ઈગો ના કારણે સારું સારું કામ બગાડતા જોયા છે. "મેં કહી દીધું ને એટલે આમજ થવું જોઈએ પછી ભલે એની પાછળ નુકસાન થાય" . આવો એટીટ્યુડ માણસ ના પોતાના માટે અને પોતાની આસપાસ ના બીજા લોકો માટે બહુ નુકસાનકારક સાબિત થાય છે. સમય પ્રમાણે આપણા જીવન ની પ્રાથમિકતા બદલતી રહેતી હોય છે. એ પ્રત્યે આપણે સજાગ રહેવું જ જોઈએ. અને એ પ્રમાણે આપણી દિનચર્યા અને અપેક્ષા ઓ માં ફેરફાર કરતો રહેવો જ જોઈએ. મારુ પસંદગી નું અંગ્રેજી માં એક સુવાક્ય છે . "ધેર ઇસ નથીંગ લાઈક બીઝીનેસ , ઇટ્સ ઓલ અબાઉટ પ્રાયોરિટી". એટલે કે અતિ વ્યસ્તતા જેવું કશું હોતું નથી જે હોય છે એ પ્રાથમિકતા જ હોય છે.
આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ટાઈમ મેનેજમેન્ટ માં ગુરુ કહી શકાય એટલા બધા ગણતરી વાળા છે. હમણાં જ આપણા વિદેશ મંત્રી શ્રી એસ જયશંકર ની એક મુલાકાત જોઈ હતી જેમાં એમણે વર્ણન કર્યું હતું કે મોદીજી એ એક વખત 3,4 દિવસ માં ચાર દેશ અને પંદર થી પણ વધુ મિટિંગો કરી હતી. તેઓ પોતાના 24 કલાક ના દિવસ ના ભાગ પાડી દે છે જેમાં એમનો ચાર કલાક નો સુવાનો સમય બાદ કરીને બાકીનો બધો સમય કામ માં લગાવે છે. મુસાફરી દરમિયાન જમવાનું અને ઓનલાઈન મિટિંગો પ્લેન માં જ પતાવે છે. તેઓ પોતાની 24 કલાક ના ભાગ એવી રીતે પડે છે કે સૌથી અગત્ય નું કામ સૌથી પહેલા હાથ માં લેવું અને એ બધું તેઓ જાતે જ નક્કી કરે છે. બાકી તો ઘણી કંપનીઓ ના મલિક કે મેનેજરો ની મિટિંગ અને કામ ના શિડ્યુલ તેમના પી એ નક્કી કરતા હોય છે. આવી નાની નાની ચોકસાઈ જ આપણને ટોચ ઉપર લઈ જતી હોય છે.
આપણી રોજબરોજ ની જિંદગી માં નાના દેખાતા નિર્ણયો પણ પ્રાથમિકતા ની કસોટી કરી લેતા હોય છે. મધ્યમ વર્ગ ની વ્યક્તિ પાસે ચાર પાંચ હજાર નું બોનસ અચાનક આવી જાય અને એનો ઉપયોગ એ કેવી રીતે કરે છે એનું આપણે નિરીક્ષણ કરીયે તો સમજાઈ જાય કે એ વ્યક્તિ ભવિષ્ય માં કેટલી પ્રગતિ કરશે. ઘણા લોકો થોડાક પૈસા ક્યાંકથી મળી આવે એટલે તરત એમાંથી સ્માર્ટ ફોન , સ્માર્ટ વોચ કે મોંઘા ઈયર ફોન વગેરે લેવા માટે તેનો ઉપયોગ કરી નાખશે. કોઈક વ્યક્તિ એમાંથી ઘર માં ખૂટતી કોઈ વસ્તુ વસાવશે , કોઈક એની પુરેપુરી બચત કરીને બેન્ક માં મૂકી દેશે. કોઈ એનું સારા ફાઈનેન્સીસલ પ્લાન માં ઇન્વેસ્ટમેન્ટ કરી નાખશે. આ બધી બાબતો દર્શાવે છે કે તમારા જીવન ની પ્રાથમિકતા તમે કેવી નક્કી કરો છો. અને એના જ ઉપર થી તમારા આવનારા જીવન ની દિશા નક્કી થતી હોય છે.
અને એટલે જ જીવન માં ડગલે ને પગલે આપણે પ્રાયોરિટી ને ઓળખાતા અને સેટ કરતા શીખવું જ જોઈએ.

No comments:
Post a Comment